← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ કોરી, મૌન હોઠે, ખૂબ રોયા શબ્દમાં,
સાથના દિવસો બધા, મેં ક્યાંક ખોયા શબ્દમાં.

છીપ જેવી પાંપણોમાં રાત આખી સાચવી,
આંસુઓને મેં ઉછેર્યાં, એમ પ્રોયા શબ્દમાં.

ભીડમાં, મેળે, બજારે, ક્યાંય ના દેખાઈ તું,
આજ તારા રૂપના સૌ રંગ જોયા શબ્દમાં.

ઘાવ આપ્યા સૌ સગાંએ, હોઠ સીવ્યા મેં ભલે,
મેં બધા એ ઘાવ જાતે સાફ ધોયા શબ્દમાં.

ફૂલ જેવી વેદનાને મેં સજાવી રાતભર,
ને ‘પરાગે’ મ્હેક છાંટી, ફૂલ ગોયા શબ્દમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #શબ્દ #કવિતા #વિરહ #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #PoetryHeals #Separation #PainToPoetry #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆજ ક્યાંઆગલો લેખ →લોકલ ટ્રેન