← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દ-પતંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દને મેં પણ ચગાવ્યો છે પતંગી દોરથી,
ઢીલ આપું તો ચગે, ના ખેંચતો હું જોરથી;
દોર તૂટી, ને ગયો એ કોઈ હૈયે ઊતરી,
ને ગઝલ ઊગી પછી બે પાંપણોની કોરથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસામે શેઢેથી સાદઆગલો લેખ →ધુમાડો