← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શામળિયાનું સરનામું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શામળિયા, મારે તારું સરનામું જોઈએ,
કાગળ લખ્યો છે, એને ક્યાં રે પરોવીએ?

મંદિરે પૂછ્યું તો કહે: ‘દર્શનના દામ,’
મઠમાં પૂછ્યું તો કહે: ‘લખાવો તમારું નામ’;
પાવતીમાં મારી ભક્તિ કેટલામાં તોલીએ?
શામળિયા…

ગામને પાદર એક ગોવાળિયો ગાતો,
ગાયોની પાછળ પાછળ ધૂળ ખાતો જાતો;
એના પાવામાંથી તું ય બોલ્યો: ‘અહીં જોઈએ!’
શામળિયા…

પરાગ કહે: સરનામું તો આંખ્યુંમાં રહેતું,
જ્યાં કોઈનું આંસુ લૂછો, ત્યાં જ ગોકુળ વહેતું;
કાગળ મેં તો ફાડી નાખ્યો, હવે હૈયું ખોલીએ…
શામળિયા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅરીસાની ફરિયાદઆગલો લેખ →આરામ