← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શાલ ઓઢાડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી મત્લા, નથી મક્તા, મજાની શાલ ઓઢાડો,
તમે તાળી ન પાડો તો, દયાની શાલ ઓઢાડો.

ઉમર સિત્તેરની, પણ સોળની છે આ ગઝલ મારી,
ભલે ઘરડો થયો છું હું, જવાની શાલ ઓઢાડો.

કદી ગાલિબ ન વાંચ્યા છે, ન જાણે શું ગઝલ, એ પણ
બિરાજે છે પ્રમુખપદ પર, ગુમાની શાલ ઓઢાડો.

હતો જીવિત, સભામાં તો કદી ના એક પણ તાળી,
હવે ફોટા ઉપર મારા, નિશાની શાલ ઓઢાડો.

‘પરાગે’ શાલ સો ભેગી કરી, સંગ્રહ ન વેચાયો,
બધાની આ જ છે અંતે કહાની: શાલ ઓઢાડો.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મુશાયરો #કવિસન્માન #સાહિત્યજગત #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PoetsLife #LiteraryHonours #Mushaira #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખછૂંદણુંઆગલો લેખ →માળો રાખવો હતો