← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેવા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈના ઘાવો ઉપર જે હાથ મૂકી જાય છે,
એ જ પગલે તો ખુદાનું શીશ ઝૂકી જાય છે;
ના છપાશે નામ એનું કોઈ પણ અખબારમાં,
મા સમું એ દર્દ સૌનું રોજ ફૂંકી જાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખથઈ આવજેઆગલો લેખ →રખડું રે