← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેલ્ફીમાં ગયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘાટ પર ઊભા રહી, સૌ સ્નાન સેલ્ફીમાં ગયું,
ધ્યાન કરવા આંખ મીંચી, ધ્યાન સેલ્ફીમાં ગયું.

એક કેળું દઈ ભિખારીને પડાવ્યા ફોટુ દસ,
પુણ્ય પણ ઊડી ગયું ને દાન સેલ્ફીમાં ગયું.

ખીણ કાંઠે પોઝ આપ્યો છેક છેલ્લા પથ્થરે,
પગ લપસ્યો ને પછી સૌ ભાન સેલ્ફીમાં ગયું.

ગ્રંથશાળામાં ગયા ને સાથ ફોટા પાડિયા,
પુસ્તકો ઊંઘી ગયાં ને જ્ઞાન સેલ્ફીમાં ગયું.

મ્હેકવાનું ફૂલ ભૂલ્યું, આ પરાગે જોઈ લ્યો,
પાંખડીઓ પોઝ દેતી, પાન સેલ્ફીમાં ગયું.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #વ્યંગ #સેલ્ફી #સોશિયલમીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SelfieCulture #SocialMedia #DigitalVanity #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખનહીં વેચુંઆગલો લેખ →બારણું