← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેલ્ફી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્નની પચાસમી વર્ષગાંઠે
પૌત્રીએ કહ્યું:
‘દાદા-દાદી, એક સેલ્ફી!’

દાદીએ સાડીનો છેડો સરખો કર્યો,
દાદાએ ચશ્માં ઉતાર્યાં, પછી પાછાં પહેર્યાં,
પછી ફરી ઉતાર્યાં.

‘સ્માઇલ!’

દાદી હસ્યાં —
એ જ અદાથી
જે અદાથી પચાસ વર્ષ પહેલાં
મંડપમાં
ઘૂંઘટ પાછળથી હસ્યાં હતાં.

ફોટો ધૂંધળો આવ્યો.
પૌત્રી બોલી: ‘ફરી લઈએ.’

દાદાએ કહ્યું:
‘રહેવા દે, બેટા.
આટલાં વર્ષે પણ
એ હસે છે ત્યારે
મારો હાથ
આમ જ ધ્રૂજે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમળેઆગલો લેખ →સમજ