← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થેંક્સગિવિંગની રાતે
દુકાનના બારણે
લાંબી કતાર લાગી છે.

કોઈ ધાબળો લઈને આવ્યો છે,
કોઈ થર્મોસમાં કૉફી,
કોઈ પાસે ફોલ્ડિંગ ખુરશી.

બધાને આભાર માનવો છે —
સિત્તેર ટકા ‘ઑફ’ માટે.

સવારે છ વાગ્યે
બારણાં ખૂલ્યાં,
અને જે દોડ્યા,
એ જોઈને થયું
કે માણસે જંગલ છોડ્યું,
પણ જંગલે
માણસને હજી છોડ્યો નથી.

સાંજે
એક ભાઈ ગાડીની ડિકીમાં
ત્રીજું ટીવી ગોઠવતા હતા.
ઘરે
એમની મા
વીડિયો કૉલ પર
એક જ વાત પૂછતી હતી:
‘દીકરા, દિવાળીએ આવીશ?’

ટિકિટ પર
સેલ નહોતો.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખબેસ નેઆગલો લેખ →બાપુના જોડા