← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેજ સજાવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાજન આવે ને સેજ સજાવું,
મોગરે મઢી મારી ઓરડી રે…

દીવડે દીવડે તેલ પૂરું ને વાટ સંકોરું વારંવાર,
દર્પણ સામે આંજણ આંજું, ઘડીક ઝૂમખાં, ઘડીક હાર;
ઝાંપે ખખડે જો એક પાંદડું, હું તો દોડી જાઉં ઓસરી રે…
સાજન આવે…

રાત ઢળે ને ચાંદો ચડે, મારું હૈયું ચડે હિલોળે,
ચોખટ ઉપર કાન માંડું, જાણે કોઈ સાદ દઈ બોલે;
ધીરે ધીરે ફૂલ કરમાય, મારી નીંદર લઈ ગયું ચોરી રે…
સાજન આવે…

પરાગ કહે: આ સેજ નથી રે, આ તો રાહનું મંદિર,
ફૂલ ભલે કરમાય, ન કરમાય પ્રીત તણું આ ચીર;
ભોર પડે ને સાજન આવે, ત્યારે ખીલે ગોરી રે…
સાજન આવે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખખિસ્સુંઆગલો લેખ →મારો મત