ખિસ્સું
પપ્પાના ખિસ્સામાંથી
શું શું નીકળતું?
બસની ટિકિટ,
દવાની ચિઠ્ઠી,
ઘરનું લાઇટબિલ,
વાળેલી બે નોટ,
ને એક ચોકલેટ —
મારે માટે.
પપ્પા ગયા પછી
મેં એમનો શર્ટ ખંખેર્યો.
ખિસ્સું ખાલી હતું.
ત્યારે સમજાયું:
એ ખિસ્સું તો
કાયમ ખાલી જ રહેતું —
ચોકલેટ
એમની પોતાની ભૂખમાંથી
કાપીને આવતી.
– પરાગ રતનપરા