← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સત્ય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્વાસ જેવું સત્ય છે, એવું જ મરવું સત્ય છે,
રોઈને જન્મ્યા અમે, પણ અંત હસવું સત્ય છે.

‘મર્દ રડતા ના’, કહે છે લોક, પણ ઓ મિત્ર, તું
માત-ખોળે શીશ મૂકી ખૂબ રડવું સત્ય છે.

ભીડમાં લાખો મળે છે, સાથ ચાલે છે ઘણા,
એક જણને આ હૃદયથી રોજ મળવું સત્ય છે.

રાજવી હો કે ભિખારી, અંત બંનેનો સમો,
એ જ લાકડ, એ જ જ્વાળા, એ જ બળવું સત્ય છે.

આ પરાગે પાંદડે ઝાકળ જરા જોયું, પછી
ઝળહળી લેવું ઘડીભર, અંત ખરવું સત્ય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #સત્ય #જીવનમરણ #અધ્યાત્મ #ક્ષણભંગુરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #EternalTruth #LifeAndDeath #Spirituality #Impermanence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆગિયોઆગલો લેખ →બારસાખ