← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરપંચજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામમાં પાણી નથી, તો જાગજો સરપંચજી,
કાગળે છલકાય ટાંકી, ચાખજો સરપંચજી.

રોડ બાંધ્યો, ને પહેલે મેહુલે ધોવાઈ ગ્યો,
ખાડ-ખાડે રોડ શોધી દેખજો સરપંચજી.

કાગળે બંધાઈ ગ્યાં સો ઘર ગરીબો કાજ, પણ
ત્યાં રહે છે કોણ? ફાઈલ વાંચજો સરપંચજી.

ચૂંટણી ટાણે તમે ઘર ઘર ગયા'તા, યાદ છે?
પાંચ વર્ષે ફેર વોટો માગજો સરપંચજી.

આ પરાગે પણ લખી દીધી ગઝલ, પણ ગામમાં
વાંચશે સૌ એ ગઝલ, તો ભાગજો સરપંચજી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #પંચાયત #ભ્રષ્ટાચાર #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #VillagePolitics #Corruption #RuralIndia #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખજમાઆગલો લેખ →ચિંતા કરે