← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરકી જવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મ્હેફિલે સૌ ગાય ત્યારે રાગ થઈ સરકી જવું,
વાટ બળતી હોય ત્યાં તો આગ થઈ સરકી જવું.

ફાગણે રંગો ઉડાડી, ગાલ રંગી સૌ તણા,
ઢોલની થાપે ગવાતા ફાગ થઈ સરકી જવું.

શ્રાદ્ધના ટાણે ફરીથી ઘેર પાછું આવવું,
ખીર ચાખી, મોં ચડાવી, કાગ થઈ સરકી જવું.

ઊજળી આ જિંદગી પર ભૂલ જે થઈ, એ ભલે
ધોઈએ ત્યાં એક ઝાંખા દાગ થઈ સરકી જવું.

આ પરાગે ફૂલ સાથે જિંદગી ગાળી, હવે
ઝાકળે ભીના સવારે બાગ થઈ સરકી જવું.

– પરાગ રતનપરા

#ગઝલ #વિદાય #જીવનદર્શન #મૃત્યુ #સહજતા #પરાગરતનપરા
#GujaratiGhazal #GracefulExit #Departure #LifeAndDeath #Detachment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચા આપતોઆગલો લેખ →લખ્યા કરું