← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરકી ગયાં સમણાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગળીઓથી રેતી જેવાં સરકી ગયાં રે સમણાં,
હજી હતાં આ પાંપણ ઉપર, ક્યાં ચાલ્યાં ગ્યાં હમણાં?

નાનપણે મેં ચીતર્યો’તો પાંખોવાળો ઘોડો,
મોટો થ્યો ત્યાં લોકો બોલ્યા: ‘સપનાં-બપનાં છોડો’;
પાંખો કાપી, ફાઇલ પકડી, થઈ ગ્યા ડાહ્યા હમણાં…
આંગળીઓથી રેતી જેવાં…

મા કે’તી’તી: ‘મોટો થઈને લાવજે ચાંદો ઘેર’,
ચાંદ તો નહીં, લાવ્યો હપ્તે ટીવી, ફ્રીજ ને લ્હેર;
બારી બહાર ચાંદો જોઈ યાદ આવ્યાં વેણ એ નમણાં…
આંગળીઓથી રેતી જેવાં…

પરાગ કહે: સરકે તો સરકે, ના રોજો એની પાછળ,
રેતી નીચે ઝરણું છે, ને સપનાં નીચે ઝાકળ;
ફરી ખોબો ભરજો, મિત્રો, ઊગશે નવાં સમણાં…
આંગળીઓથી રેતી જેવાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવરસાદ પરઆગલો લેખ →કુંડામાં લીમડો