← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરહદનો દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો દીકરો સરહદ પર ઊભો, ઠંડી હાડ ગાળે,
હું અહીં ચૂલો સળગાવું, એ દેશને અજવાળે.

બરફની ચાદર ઓઢી સૂતો, બંદૂક એનું ઓશીકું,
મારા હાથની રોટલી છોડી, ખાય છે ડબ્બાનું ફીકું;
તોય ફોનમાં કહે છે: ‘મા, અહીં મોજ છે મારા વ્હાલે’ —
મારો દીકરો સરહદ પર ઊભો, ઠંડી હાડ ગાળે.

દિવાળીએ ઘર સૂનું, ને હોળીએ રંગ અધૂરા,
એના ભાગની મીઠાઈ મૂકું, રાખું દીવા પૂરા;
આખો દેશ ઊજવે, ત્યારે એ જાગે ચોકી-પાળે —
મારો દીકરો સરહદ પર ઊભો, ઠંડી હાડ ગાળે.

પરાગ કહે: એ માનાં આંસુ સરહદની છે રેખા,
એ આંસુની પાળે ઊભા છે આપણા સુખના લેખા;
સલામ એ માને, જે દીકરાને દેશને નામે પાળે —
મારો દીકરો સરહદ પર ઊભો, ઠંડી હાડ ગાળે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆંખોમાંઆગલો લેખ →કંકુનાં પગલાં