સપનું
તારો વિચાર કરતાં કરતાં
આંખ મળી ગઈ.
ને સપનામાં
તું આવી —
એટલી જ સાચી,
એટલી જ દૂર.
જાગીને મેં
ઓશીકું તપાસ્યું:
ભીનું હતું.
હવે ખબર નથી પડતી
કે સપનામાં
હું રડ્યો હતો,
કે તું?
– પરાગ રતનપરા
તારો વિચાર કરતાં કરતાં
આંખ મળી ગઈ.
ને સપનામાં
તું આવી —
એટલી જ સાચી,
એટલી જ દૂર.
જાગીને મેં
ઓશીકું તપાસ્યું:
ભીનું હતું.
હવે ખબર નથી પડતી
કે સપનામાં
હું રડ્યો હતો,
કે તું?
– પરાગ રતનપરા