← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સપનામાં મેળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતે રે સપનામાં મેં તો ભર્યો ભર્યો મેળો દીઠો જો,
ચકડોળે બેસીને ઊડ્યો મારો જીવ મીઠો જો.

રંગબેરંગી ઓઢણીઓમાં સૈયરનાં ટોળાં ઘૂમે,
ઢોલ ઢબૂકે, શરણાઈ ગાતી, આભ આખું ઝૂમે;
ચૂડીવાળાની હાટડીએથી ચૂડલો લીધો લીલો જો…
રાતે રે સપનામાં…

ભીડમાં કોઈ હાથ ઝાલીને બોલ્યું ધીમે, ‘ચાલ!’
પાછું વળી જોઉં ત્યાં તો મારે ગાલે ઊડ્યો ગુલાલ;
મુખ ના દીઠું, મ્હેક જ દીઠી, જીવ થયો ઘેલો જો…
રાતે રે સપનામાં…

પરાગ કહે: પરોઢે જાગી, હાથ જોયા ત્યાં સૈયર,
લીલો ચૂડલો ખણકે હાથે, ગાલે રાતી લ્હેર;
સપનું સાચું કે સાચું સપનું, કોણ કળે એ ભેદો જો…
રાતે રે સપનામાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅધૂરીઆગલો લેખ →નાનાં મરણ