← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સન્માન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શાલ શ્રીફળ ને છબી, બસ નામનું સન્માન છે,
હું જ વક્તા, હું પ્રમુખ, ને ગામનું સન્માન છે!

હારતોરા, ફૂલ, તાળી — સર્વ પાછળ ખર્ચ છે,
જે ભરે આયોજકોને, દામનું સન્માન છે.

દિનભરે આદર્શ, ગાંધી, ધર્મ ને વૈરાગ્ય સૌ,
રાત પડતાં ક્લબમહીં તો જામનું સન્માન છે.

કામ કરનારા બિચારા ભીડમાં તાળી દિયે,
મંચ પર બીજા ઉઠાવે કામનું સન્માન છે.

આ પરાગે ખુદ ખરીદી શાલ ખુદને ઓઢવા,
કોઈ પૂછે તો કહે: ‘આ રામનું સન્માન છે!’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સન્માનસમારંભ #આત્મપ્રશંસા #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FelicitationCulture #SelfPraise #Hypocrisy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખમાઈલનો પથ્થરઆગલો લેખ →છત્રી