← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમેટી લો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળી છે સાંજની વેળા, હવે મેળો સમેટી લો,
રમકડાં ને ગયા ઢોલી, બધો ખેલો સમેટી લો.

હિસાબો ચોપડે જે છે, ઉધારી ને જમા સઘળું,
બધું સરભર કરીને આ ખભે થેલો સમેટી લો.

ઘણાંનાં દિલ દુભાવ્યાં, ને ઘણાંને તો રડાવ્યાં છે,
હવે માફી મળે સૌની, ઉરે મેલો સમેટી લો.

પરોઢે ટ્રેન ઊપડશે, ટિકિટ પણ ક્યારની ખિસ્સે,
સગાંવ્હાલાં તણી માયા, ઘણો વેલો સમેટી લો.

પરાગે ફૂલને કીધું, ‘ખરી પડજે ખુશીથી તું’,
હવે ખુશ્બૂ બની, આ જાતનો ઠેલો સમેટી લો.

– પરાગ રતનપરા

#ગઝલ #વિદાય #જીવનસંધ્યા #મોહમાયા #મુક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Farewell #EveningOfLife #Detachment #FinalJourney #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅહીં છેઆગલો લેખ →રંગમંચ