← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમજાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દૂર જઈને બાપની એ લાગણી સમજાય છે,
સાંધતી’તી રોજ જે બા, ઓઢણી સમજાય છે.

જે ફળો ના ચાખવાના, એ ય આંબા રોપતા,
આજ છાંયે બેસતાં એ વાવણી સમજાય છે.

વાળ ધોળા થઈ ગયા ને શ્વાસ પણ ધીમા થયા,
આયખાના ખેતરે જે કાપણી સમજાય છે.

પાંચ વરસે ગામ આવી, પગ પકડતા એ ફરે,
ગામને ત્યારે જ આખી ચૂંટણી સમજાય છે.

આ પરાગે ફૂલ છોડ્યું, હું ભટક્યો રાનમાં,
ધૂળમાં જઈ ફૂલ થાતાં રોપણી સમજાય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #સમજણ #પિતા #મા #જીવનબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Realization #Parents #LifeLessons #Hindsight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવધારાની થાળીઆગલો લેખ →કોળિયો