સમજ
કહી વાત, તો યે અધૂરી રહી છે,
હતી જે સમજ, તે જરૂરી રહી છે.
તમે ચા ધરો, હું ઉઘાડું જ છાપું,
પછી મૌન કેરી મજૂરી રહી છે.
દવા એક તમને, દવા એક મુજને,
હવે આ જ સાથે સબૂરી રહી છે.
હતી રીસ, ઝઘડા, અબોલા ઘણા જે,
હવે એ જ યાદો ખજૂરી રહી છે.
પરાગે નિહાળ્યું, જનમ સાત વીત્યા,
છતાં પ્રીત એવી કપૂરી રહી છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #સમજણ #સહજીવન #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #MarriedLife #Understanding #LifelongBond #QuietLove #ParagRatanpara