ગુલાબનું ફૂલ
એક ગુલાબનું ફૂલ મેં મોકલ્યું’તું, સાજન, પાછું ના વાળજો,
પાંખડી ખરે તો ખરવા દેજો, પણ કાંટો તો સંભાળજો.
ચૌદમી તારીખે ગામ આખું ગુલાબી, ને હું ઊભી રહી બારણે,
લાલ કાગળમાં મેં લખ્યું’તું નામ, આંસુ પડ્યાં એને કારણે;
અક્ષર ફેલાયા તો ગભરાશો નહીં, એ પણ મારા જ ભાળજો…
એક ગુલાબનું ફૂલ…
દુકાનોમાં તો દિલ વેચાય, ને વેચાય રાતાં રમકડાં,
મેં તો મોકલી મારી આંખો, ને મોકલ્યાં ભીનાં પગલાં;
મોંઘી ભેટ ના આપી શકી, તો મારું ગરીબ હેત જ પાળજો…
એક ગુલાબનું ફૂલ…
પરાગ કહે: એક દિવસનો નથી આ પ્રેમનો તહેવાર,
સૂકું ગુલાબ પણ ચોપડીમાં મ્હેકે વરસો પાર;
ફૂલ ભલેને કરમાઈ જાય, એની સુગંધ ઉજાળજો…
એક ગુલાબનું ફૂલ…
– પરાગ રતનપરા