નથી ડર
હવે તાપનાં એ કિરણનો નથી ડર,
થયો ધૂળ, એને મરણનો નથી ડર.
હવે રાજવીની નજરની ન ચિંતા,
ન ઘોડે ચડેલા ચરણનો નથી ડર.
નથી વીજનો ભય, નથી પૂરનો ભય,
હવે કોઈ ભીના સ્મરણનો નથી ડર.
ધનીકો, ગરીબો, બધા ધૂળ થાશે,
પછી ઊંચ-નીચા વરણનો નથી ડર.
પરાગે કબરને ગઝલથી સજાવી,
હવે પાનખરના હરણનો નથી ડર.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃત્યુ #નિર્ભયતા #સમાનતા #શાશ્વતી #પરાગરતનપરા
#GujaratiGhazal #FearNoMore #Death #Equality #EternalRest #ParagRatanpara