← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમાધિ-પહાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ ફેલાવી બરફને ઝીલતાં આ ઝાડ છે,
મૌનનું ઓઢી બરફ, બેઠો સમાધિ-પહાડ છે.

ઝીલની છાતી ઉપર હળવે સરે છે નાવડી,
નાવને જળ ઝૂલવે, એમાં ય માનું લાડ છે.

રૂપ પર મોહી ન જાઓ, ખીણનો ઇતિહાસ પણ,
આ બરફની ચાદરે ઢાંકેલ છાની ત્રાડ છે.

આ તરફ ને તે તરફ પંખી બધાં ગાતાં સમાન,
માણસો વચ્ચે જ ઊભી તારની આ વાડ છે.

ફૂલ કેસરનાં મહોરે છે અહીં, તેથી ‘પરાગ’,
સ્વર્ગ ને મારી વચાળે ના રહી કો’ આડ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #કાશ્મીર #બરફ #પહાડ #સરહદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Kashmir #SnowAndSilence #Mountains #BordersOfTheHeart #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકેસૂડાંઆગલો લેખ →મને રોકે