કેસૂડાં
વસંત આવી.
કોઈ જાહેરાત નહીં,
કોઈ હોર્ડિંગ નહીં,
કોઈ ‘સેલ’ નહીં.
ઑફિસે જતાં લોકો
ઘડિયાળ જોતાં રહ્યાં,
ટ્રાફિક સિગ્નલ
લાલ-લીલો થતો રહ્યો.
માત્ર રસ્તો વાળતી
મંગુમાસીએ
સાવરણી અટકાવી,
ખરેલાં કેસૂડાં
એક બાજુ ઢગલો કર્યાં
ને બોલી:
‘આ નહીં વાળું.
આ તો કોઈ આવ્યું છે.’
– પરાગ રતનપરા