સમાચારમાં
દિવસભર તમાશા સમાચારમાં,
પછી બસ હતાશા સમાચારમાં.
ગરીબી ઉપર ઠાઠથી ચર્ચતા,
મળે ત્યાં નિરાશા સમાચારમાં.
ઇલેક્શન નિકટ છે, જુઓ તો ખરા,
વચનનાં પતાશાં સમાચારમાં.
ગયું દેશનું ધન, વરસ બાદ જો,
પધાર્યા ખુલાસા સમાચારમાં.
પરાગે સરળ સત્ય પૂછ્યું, કહે:
‘હવે ક્યાં પિપાસા સમાચારમાં?’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સમાચાર #મીડિયા #રાજકારણ #પરાગરતનપરા
#GujaratiGhazal #MediaSatire #NewsCircus #Politics #TruthHunger #ParagRatanpara