સફર
શિખરથી સમંદર, નદીની સફર,
મહોરે, ઝરે — આ કળીની સફર.
ટકોરા પડે બાર, ને રાત થાય,
અટકતી નથી આ ઘડીની સફર.
હવે ભીંત ખંડેર, રાજા ગયા,
પડી ધૂળ પર આ સદીની સફર.
નિશાળે ગયો, ઑફિસે ને ઘરે,
બધું આ જ મારી ગલીની સફર.
પરાગે કહી બાળકોને કથા,
ચડી ઊંઘમાં ત્યાં પરીની સફર.
– પરાગ રતનપરા
#ગઝલ #સફર #સમય #જીવનયાત્રા #ક્ષણભંગુર #પરાગરતનપરા
#GujaratiGhazal #Journey #Time #LifePath #Transience #ParagRatanpara