← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સારથિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા બાપુ
રિક્ષા ચલાવે છે.

સવારે છ વાગે
એ રિક્ષાને
કપડાથી લૂછે છે,
જાણે
રથના ઘોડાને
પંપાળતા હોય.

દિવસભર
એ બીજાને
એમની મંઝિલે પહોંચાડે છે —
કોઈને સ્ટેશને,
કોઈને હૉસ્પિટલે,
કોઈને કૉલેજે.

સાંજે
એ ઘરે આવે છે
ત્યારે
એમના ચહેરા પર
આખા શહેરની ધૂળ હોય છે.

હું
એન્જિનિયરિંગના
છેલ્લા વર્ષમાં છું.

લોકો કહે છે,
જિંદગી
કુરુક્ષેત્ર છે.

મને ખબર છે —
મારા રથનો
સારથિ કોણ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતારો હશેઆગલો લેખ →શ્યામે રંગી