સાંજના
યાદની ડમરી ચડે, ને મન ડહોળે સાંજના,
આંખના આકાશને અંધાર બોળે સાંજના.
ઘર ભણી પાછાં ફરે પંખી બધાં, ને હું જ બસ
એકલો બેઠો રહું હું યાદ-ખોળે સાંજના.
રોજ બે કપ ટેબલે, ને એક ઠરતો જાય છે,
યાદની સાકર જરા એમાં ય ઢોળે સાંજના.
આરતીના ઘંટ વાગે, ધૂપ ઊઠે ગામમાં,
ને ખુદા મારી દુઆઓ સૌ ય તોળે સાંજના.
ફૂલ સૌ બીડાય, ને આ મ્હેક થાકીને ‘પરાગ’
ઊંઘતી જાણે હવાની એક ઝોળે સાંજના.
– પરાગ રતનપરા
#ગઝલ #સાંજ #સ્મરણ #એકલતા #પ્રાર્થના #પરાગરતનપરા
#GujaratiGhazal #Evening #Memories #Solitude #Dusk #ParagRatanpara