← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજ ઢળે ઘાટે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ ઢળે ઘાટે, ને પાણીમાં દીવા તરે,
કોણ જાણે કોની યાદે હૈયું મારું ઝરે.

પુલ ઊભો ત્યાંનો ત્યાં, ને પાણી વહી જાય,
પડછાયા પગથિયે બેસી ધીમું ધીમું ગાય;
સામે કાંઠે મંદિરમાં ઝાલર ઝણકારા કરે…
સાંજ ઢળે…

ઘાટે બેઠી ડોશી ગણે માળાના મણકા,
છોકરાંઓ પાણીમાં ફેંકે ચપટા ચપટા ઠીકરા;
એક જ સાંજે કેટલી ઉંમર સાથે સાથે ફરે…
સાંજ ઢળે…

પરાગ કહે: પુલ જેવો હું ત્યાંનો ત્યાં ઊભો,
સમય પાણી જેમ વહે, ને હું ગણું દીવો દીવો;
જે વહી ગયું એ પાછું ના આવે, તોય મન કોને સ્મરે?…
સાંજ ઢળે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉંબરેઆગલો લેખ →પ્રેમનું ગણિત