← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંભરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામની એ સાંજ આજે સાવ ઝાંખી સાંભરે,
બાજરાના રોટલાની ગંધ ચાખી સાંભરે.

બેન તો પરદેશ, આ કાંડું ય સૂનું શ્રાવણે,
બાળપણમાં બાંધતી'તી એ જ રાખી સાંભરે.

ચોપડીમાં મોરપીંછું એક મૂક્યું'તું કદી,
પીંછમાં ટહુકો, વરસતી રાત આખી સાંભરે.

એક જોષી પાદરે બેઠો, વદે સૌનું ભવિષ્ય,
‘ગામ તારું છૂટશે’, એ વાત ભાખી સાંભરે.

ફ્લેટની બારી પરાગે જ્યાં ઉઘાડી સાંજના,
ગામનો એ ચાંદ મારો એક સાખી સાંભરે.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મરણ #ગામ #બાળપણ #વતનઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Nostalgia #VillageMemories #Childhood #Homesick #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખધૂણીઆગલો લેખ →તમે બોલો તો