સાચી જાણ
આંખમાં જે ઝળહળે છે, એ જ સાચી જાણ છે,
શેષ તો મ્હોરાં ઉપર મ્હોરાં તણું ખેંચાણ છે.
ડૂબવાનો ડર હતો તો કેમ દરિયે તું ગયો?
તું જ તારું હોડકું ને તું જ તારું તાણ છે.
રોજ સપનાંઓ ઉતારું છું નયનના ઘાટ પર,
હર ઉતારે લાગતું કે આ જ તો નિર્વાણ છે.
માણસો ભેગા થયા ત્યાં કોઈ માણસ ક્યાં હતો?
ભીડ છે ને ભીડ વચ્ચે એકલું રમખાણ છે.
ફૂલ ખરશે તોય ખુશ્બૂ ક્યાં ખરે છે, ઓ ‘પરાગ’?
આ જ ખુશ્બૂ પર રચાયું વિશ્વનું નિર્માણ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સાચીજાણ #મ્હોરાં #ભીડમાંએકલતા #નિર્વાણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Identity #MasksWeWear #AloneInACrowd #InnerLight #ParagRatanpara