ઓસરી
હતું ઘર, હતી માં, હતી ઓસરી,
હતાં ટેરવાં ને હતી બાજરી.
હવે ફ્લેટ, લિફ્ટો, ઝરૂખા ઘણા,
નથી માટલું કે નથી ગાગરી.
હજી ગામની એ ગલી ગુંજતી,
હતી બેનડી, ને હતી ઝાંઝરી.
કમાયા ઘણું પણ ગુમાવ્યું બધું,
મળી નોકરી ને મળી ચાકરી!
પરાગે ભલે ઊડવું દૂર પણ,
ઠરે છે ધરામાં જ આ આખરી.
– પરાગ રતનપરા
#ગઝલ #ઓસરી #માનીયાદ #ગામડું #વતનઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Nostalgia #MothersTouch #VillageMemories #RootsAndHome #ParagRatanpara