રોટલી અને તારા
ખોળામાં રોટલી હતી,
ને માથે તારા.
બાપુ કહેતા:
‘પહેલાં રોટલી,
તારા તો પછી પણ ત્યાં જ રહેશે.’
મેં રોટલી પસંદ કરી.
આખી જિંદગી.
આજે
રોટલીની કોઈ ખોટ નથી,
પણ અગાસી પર જાઉં છું
તો શહેરના ધુમાડામાં
તારા દેખાતા જ નથી.
બાપુ,
તમે ખોટું નહોતું કહ્યું —
તારા ત્યાં જ છે.
બસ,
હું હવે ત્યાં નથી.
– પરાગ રતનપરા