રૂઝાય ના
વર્ષ વીત્યાં કેટલાંયે, ઉઝરડો રૂઝાય ના,
બા ગયાં ને આજ પણ એ ઓરડો રૂઝાય ના.
ઝાડ કાપ્યું, ને સડક ચમકી, બધું ઝળહળ થયું,
તે જગાએ જે હતો, એ છાંયડો રૂઝાય ના.
ન્યૂઝમાં તો એ હતો બસ એક નંબર, એક દિન,
માવડીને એ જ નાનો આંકડો રૂઝાય ના.
ખેતરો વેચાઈ ચાલ્યાં, દીકરા ચાલ્યા ગયા,
ઓસરીએ કાટ ખાતો પાવડો રૂઝાય ના.
આ પરાગે શબ્દના મલમે બધું ઢાંક્યું, છતાં
તોય અંદર સાવ ઝીણો જીવડો રૂઝાય ના.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘા #સ્મરણ #વિરહ #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Wounds #Grief #Memory #Loss #ParagRatanpara