← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રોકાઈ જા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત પૂનમની ઢળે છે, ચાંદની રોકાઈ જા,
હાથમાં છે હાથ એનો, યામિની રોકાઈ જા.

કૂકડા, ના બોલજે તું, વાત અડધી છે હજી,
ગીત પૂરું ના થયું, ઓ રાગિણી રોકાઈ જા.

સાસુ જાગે ના, જરા ધીમી રહેજે ઝાંઝરી,
ને સરકતી ના જરા, ઓ ઓઢણી રોકાઈ જા.

કાલથી પાછાં બધાં ઘડિયાળનાં કાંટા, પછી,
આજ દીવાની જરા તું રોશની રોકાઈ જા.

આ પરાગે સાંભળી’તી ફૂલની એ પ્રાર્થના:
રાતની ઝાકળ સમી ઓ લાગણી, રોકાઈ જા.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રણય #પૂનમરાત #મિલન #શૃંગાર #પરાગરતનપરા
#GujaratiGhazal #MoonlitNight #LoversTryst #StayAWhile #Romance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપાછું આપો બાળપણઆગલો લેખ →ડિગ્રી