રોજ રોજ
સાત કોઠા પાર કરવા હું ઝઝૂમું રોજ રોજ,
ને ફરીથી વ્યૂહની વચ્ચે જ ઊગું રોજ રોજ.
ગર્ભમાં અડધી સુણેલી વારતાનો વીર છું,
બ્હાર જાવાની કળા ક્યાં? ત્યાં જ ડૂબું રોજ રોજ.
ઓફિસે ઘેરો, ઘરે ઘેરો, બધે ઘેરો મને,
કોણ છે આ કૌરવો? એ પ્રશ્ન પૂછું રોજ રોજ.
સારથી ક્યાં? શંખ ક્યાં? ને રથ તણું પૈડું ગયું,
હાથમાં લઈ એ જ પૈડું હું ય ઝૂઝું રોજ રોજ.
વ્યૂહ અડધો ભેદવાની આ કથા મારી, ‘પરાગ’,
ને અધૂરા જ્ઞાનથી હું ગોળ ઘૂમું રોજ રોજ.
– પરાગ રતનપરા
#ગઝલ #અભિમન્યુ #ચક્રવ્યૂહ #અડધુંસત્ય #અસ્તિત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #Abhimanyu #Chakravyuh #HalfTruth #ModernStruggle #ParagRatanpara