← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકલો હાલ્ય રે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈ સાથે ન આવે તો એકલો હાલ્ય રે,
તારો દીવડો તું, તારી મશાલ્ય રે.

સૌ બારણાં ભીડીને બેઠા હોય ઘરમાં,
ને વાવાઝોડું ગાજે આખા નગરમાં;
તોય છાતી કાઢીને તું પગલું માંડ્ય,
તારા પગની ધૂળ થાશે ગુલાલ્ય રે…
કોઈ સાથે ન આવે તો…

કાંટા વેરાયા હોય કેડીએ કેડીએ,
ને ઠોકર વાગે રે મેડીએ મેડીએ;
લોહી ટપકે તો ટપકે, ન થોભવું,
તારા લોહીથી ખીલશે પલાશ્ય રે…
કોઈ સાથે ન આવે તો…

પરાગ કહે: એકલું તો સૂરજ પણ ઊગે,
એકલો જ ચાંદો આખા આભને પૂગે;
ભીડ પાછળ પાછળ આવશે રે કાલ,
આજ તું જ તારો સંગાથ ને સવાલ્ય રે…
કોઈ સાથે ન આવે તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરોજ રોજઆગલો લેખ →મોજીલો