← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રંગોળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શેરીના છેલ્લા ઘરમાં
એક ડોશી રહે છે.
દીકરા અમેરિકા છે,
ઘરવાળા આકાશમાં.

છતાં રોજ સવારે
એ ઉંબરે રંગોળી પૂરે છે —
બે મોર, એક દીવો,
અને વચ્ચે ‘શુભ લાભ’.

મેં એક દિવસ પૂછ્યું:
‘બા, કોણ જોવાનું છે?’

એમણે ચપટી ગુલાલ
મોરની પાંખમાં ભર્યો,
અને હસીને કહ્યું:
‘જોનારું કોઈ ન હોય ત્યારે જ
જિંદગીને શણગારવી પડે, દીકરા;
નહીંતર એ રિસાઈ જાય છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનજરું અટકીઆગલો લેખ →ઇચ્છારાણી