← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રિપોર્ટ નૉર્મલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૉક્ટર કહે, ‘રિપોર્ટ નૉર્મલ’, તોય મને ચેન ન આવે,
ગૂગલ ખોલું, લક્ષણ વાંચું, ને સાત બીમારી લાવે!

સુગર ઠીક ને બીપી ઠીક, ઠીક હૃદયના ધબકારા,
તોય રાતે ઊઠીને ગણું હું નાડીના ઝણકારા;
માથું દુઃખે તો ટ્યૂમર લાગે, છીંક આવે તો વાવ્યે…
ડૉક્ટર કહે…

પત્ની કહે, ‘ચાલો ફરવા’, તો કહું, ‘પગમાં કળતર’,
મિત્રો કહે, ‘ચાલો હોટેલે’, તો કહું, ‘કોલેસ્ટરોલનો ડર’;
બાજુવાળો રોજ જલેબી ખાય ને નેવું વરસ જીવી જાવે…
ડૉક્ટર કહે…

પરાગ કહે: મન નૉર્મલ રાખો, રિપોર્ટ તો નૉર્મલ રહેશે,
હસતા રહો ને ચાલતા રહો, તો રોગ પણ રસ્તો ભૂલશે;
ચિંતા જ મોટી બીમારી, જે કોઈ લૅબ ન પકડાવે…
ડૉક્ટર કહે…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખજૂની ચોપડીઆગલો લેખ →જાતને