← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રસ્તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી કેડી, વળી આજે થયો ડામર, નવો રસ્તો,
ગયાં સૌ શ્હેરમાં એથી, હવે ખાલી ઘણો રસ્તો.

ઘણા માર્ગો ઉપર દોડ્યો, ઘણાં સ્ટેશન વટાવ્યાં મેં,
છતાં બાના ચરણ લગનો, હતો બસ એ ખરો રસ્તો.

જમાનો જ્યાં ગયો ટોળે, ન હું એ ભીડમાં ચાલ્યો,
મને ગમતો, ભલે એકલ, હતો મારો જુદો રસ્તો.

અમે ગૂગલ તણું માની, ગયા’તા ખેતરે સીધા,
પછી ડોસા કને પૂછ્યું, હતો ત્યાં તો ભલો રસ્તો.

પરાગે ગીત ગાયાં રાહમાં, ને આ જ કીધું કે:
‘મળે ના, તો ગઝલ ગાતાં, તમે જાતે કરો રસ્તો.’

– પરાગ રતનપરા

#ગઝલ #રસ્તો #ગામ #પસંદગી #જીવનમાર્ગ #પરાગરતનપરા
#GujaratiGhazal #TheRoad #VillageToCity #RoadLessTravelled #MakeYourOwnWay #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખયાદોઆગલો લેખ →બારાખડીનું ઘર