← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રસ્તા ઉપર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાડકાં ખખડી ગયાં, બસ ઝાટકા રસ્તા ઉપર,
ચંદ્રની ધરતી મળી, શા ચાંદલા રસ્તા ઉપર!

કાલ ઉદ્ઘાટન થયું, તાળી પડી, ફોટો થયો,
એક ઝાપટ ને પછી બસ કાંકરા રસ્તા ઉપર.

ભેંસ નાહે, બાળ ખેલે, નાવડી ત્યાં તરવરે,
ને અમે વાહન ચલાવી ઠેકડા રસ્તા ઉપર.

ખોદકામો રોજ ચાલે, નળ ગટરના નામથી,
રોજ પાછાં ઊપસે છે ભૂંગળાં રસ્તા ઉપર.

આ ‘પરાગે’ સ્કૂટરે બેસી ગઝલ જ્યાં ગણગણી,
શેર સઘળા ખાઈ બેઠા આંચકા રસ્તા ઉપર.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યગઝલ #ખાડા #રસ્તા #વ્યવસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #Potholes #CivicSatire #BadRoads #HumorPoetry #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખબાજરાનું ખેતરઆગલો લેખ →બ્લૉક