બ્લૉક
એણે મને
અનફૉલો કર્યો,
પછી બ્લૉક.
હવે હું
એની સ્ટોરી જોઈ શકતો નથી,
એનો ફોટો જોઈ શકતો નથી,
એનું ‘લાસ્ટ સીન’ પણ નહીં.
બધી રીતે
એ મારા માટે
ગાયબ થઈ ગઈ —
સિવાય કે
રોજ સાંજે
એ જ બસ-સ્ટૉપ પર
દસ ફૂટ દૂર
ઊભી રહે છે.
ટેક્નોલૉજી
હજી
બસ-સ્ટૉપ બ્લૉક કરતાં
શીખી નથી.
– પરાગ રતનપરા