રસોડામાં
હતી પત્ની પિયર, ને મેં સમય ખોયો રસોડામાં,
બળી ગઈ રોટલી, ને હું ઘણું રોયો રસોડામાં.
મસાલો દાઝતો, ઘરમાં ધુમાડો, ખાંસતો હું તો,
પછી કલ્લાક ભર, ચૂલો ઘસી ધોયો રસોડામાં.
સજાવી થાળ, ફોટા લઈ, બધાં ગ્રુપમાં ચડાવ્યા, ને
નવી ટોપી પહેરીને જરા સોહ્યો રસોડામાં.
વખાણ્યું ફોન પર બાએ, ‘મજા આવી!’ કહી, ને હું
ગયો ફૂલી, અને ખુદ પર ઘણો મોહ્યો રસોડામાં.
હવે જાણ્યું પરાગે, મા અને પત્ની થકે છે કાં,
ખરો સંસાર તો આજે હવે જોયો રસોડામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યગઝલ #રસોડું #પતિપત્ની #ગૃહિણી #પરાગરતનપરા
#GujaratiGhazal #HumorPoetry #KitchenComedy #HusbandCooks #RespectHomemakers #ParagRatanpara