← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રણકાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડી સામે મળી તું ને, વરસ લગ સૂર રણકે છે,
હૃદયની વીણ ના છેડો, હજી તારો ય ધડકે છે;
ગયાં વર્ષો, ઢળી ઉંમર, પડી ઝાંખી ય આંખો પણ,
તને સંભારતાં ભીની નજર, ને હોઠ મલકે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅભડાય છેઆગલો લેખ →આ મેળે