રણ મહીં
દોડતો હું રોજ, થઈને એક પ્યાસી રણ મહીં,
ઝાંઝવાંને જળ ગણીને, હું પ્રવાસી રણ મહીં.
નીર જેવું ઝળહળે, પણ હાથ આવે રેત બસ,
આ નજરની ભૂલ છે, કે આ તલાશી રણ મહીં?
ગામ છોડ્યું, ખેત છોડ્યું, ઝૂંપડી છોડી અમે,
નોકરીના કાચ-ટાવરના વિલાસી રણ મહીં.
એક હરણું દોડતું ને હાંફતું ઢળતું જતું,
હું ય એ, ઇચ્છા-નગરનો એક વાસી રણ મહીં.
ફૂલ પાસે જઈ ‘પરાગે’ જળ કદી માગ્યું નહીં,
એટલે મ્હેકે હજી, ના એ ઉદાસી રણ મહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃગજળ #ઇચ્છા #તૃષ્ણા #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #Desire #EndlessChase #Contentment #ParagRatanpara