← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમી આવ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણાં તીરથ, ઘણા પર્વત, ઘણા દરિયા ભમી આવ્યો,
ઘણા દેવો, ઘણા પીરો, ઘણા સજદે નમી આવ્યો;
ઘરે આવ્યો, પડી'તી એક ખાલી ખાટ ખૂણામાં,
થયું કે સ્વર્ગ છોડી હું જગત-મેળે રમી આવ્યો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહાથથીઆગલો લેખ →હું વણું