રમત છે
નથી દાવ મારો, ખુદાની રમત છે,
બળે કે બુઝે, તે હવાની રમત છે.
ચલાવ્યા કરે છે મને કોઈ દોરી,
કદમ છે અમારાં, દિશાની રમત છે.
ગુનો શો હતો, એ ખબર ના પડી પણ,
જનમ ને મરણ બે સજાની રમત છે.
નજર જ્યાં મળી, ભાન ભૂલ્યો બધુંયે,
ન મારો ગુનો, આ નશાની રમત છે.
ઉગે ફૂલ, ખીલે, ખરે ધૂળમાં ને
પરાગે સુણી, એ કથાની રમત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #નિયતિ #ઈશ્વર #જીવનરમત #ભાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #DivinePlay #Fate #LifeIsAGame #ParagRatanpara