રકાબી
દાદા ચા પીતા ત્યારે
રકાબીમાં રેડતા,
ફૂંક મારતા,
ને રાહ જોતા.
વરાળ ઊડતી જાય,
બારી બહાર ચકલી બેસે,
પાડોશી ‘રામ રામ’ કહી જાય,
ને ચા
ધીમે ધીમે
પીવા જેવી થાય.
અમે હવે
ચાલતાં ચાલતાં
કાગળના કપમાં પીએ છીએ;
જીભ દાઝે છે
ને કહીએ છીએ —
‘સમય નથી.’
દાદા પાસે
ઘડિયાળ નહોતી,
એટલે કદાચ
સમય હતો.
– પરાગ રતનપરા