← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાહમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આશમાં હું પાથરું છું રોજ ફૂલો રાહમાં,
રાતભર બળતો રહે છે એક ચૂલો રાહમાં.

સાંજ ઢળતી, રાત ઢળતી, ને વરસ ઢળતાં ગયાં,
આંખ મીંચું તો રખે થઈ જાય ભૂલો રાહમાં.

દીકરી પૂછ્યા કરે, ‘પપ્પા જ ક્યારે આવશે?’
ને હલે છે આંગણામાં એક ઝૂલો રાહમાં.

કોઈ પગરવ સાંભળું તો બારણે દોડી જઉં,
ઓ કમાડો, બંધ શાને? સ્હેજ ખૂલો રાહમાં.

આ પરાગે સાચવીને શ્વાસ છેલ્લો રાખિયો,
એક વેળા પ્રેમ મારો તો કબૂલો રાહમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #વિરહ #પરદેશ #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Longing #FamilyApart #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્રવૃત્તિનો પંથઆગલો લેખ →હાશ